કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક આજરોજ જિલ્લા આયોજન મંડળની કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. ભરૂચ જિલ્લાની સંકલની બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નોની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત વિવિધ વિભાગો પરસ્પરના સંકલન અને સહકારથી સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવે તેવો અનુરોધ કર્યો હતો, આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.
ભરૂચ જિલ્લા સંકલન બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.
ભરૂચ જિલ્લા આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી પી.આર. જોષી, જિલ્લા પોલિસ વડા ડૉ. લિના પાટીલ, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.