ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત જહાંગીર પાર્ક સોસાયટીમાં રહેતા મલેક પરિવારના અંજીલા અસ્ફાક મલેક, સુમેર મુબારક મલેક અનુક્રમે પાંચ વર્ષ તેમજ ચાર વર્ષના દીકરા – દીકરીએ જીવનનો પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી હતી. હાલ મુસ્લિમ સમાજનો અતિ મહત્વપૂર્ણ પવિત્ર રમઝાન માસ તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ત્યારે મુસ્લિમ સમાજના લોકો પોતાના રબને રાજી રાખવા રોઝા સાથે ઈબાદત કરી રહ્યા છે.
ત્યારે માસૂમ બાળકો પણ પોતાના પરિવારના વડીલોને અનુસરી રોઝા રાખવા પ્રેરણાદાયી બન્યા છે. જહાંગીર પાર્ક સોસાયટીમાં રહેતા મલેક પરિવારની અંજીલા નામની પાંચ વર્ષની બાળા તેમજ સુમેર નામના ચાર વર્ષના બાળકે ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝો રાખી અન્યો માટે પ્રેરણાદાયી બની છે. આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી બન્ને બાળકો આકરી કસોટીમાંથી સુખરૂપ પસાર થઈ અલ્લાહની બંદગી કરી અલ્લાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી. સાથે સાથે અંજિલા અને સુમેર અન્યો માટે પ્રેરણાદાયી પણ બન્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ