Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના સિતપોણ ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. બસને રોકવામાં આવી હતી-અનિયમિત આવતી બસ ના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા….

Share

જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના સિતપોણ ગામ ખાતે આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા બસ ને રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સિતપોણ ગામ તરફ બસો અનિયમિત આવે છે.જેના કારણે અનેક મુસાફરો તેમજ શાળા.કોલેજ ના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
એસ.ટી.તંત્ર માં અવાર નવાર રજુઆત કરવા છતાં વિદ્યાર્થીઓ અને મુસાફરોની સમસ્યાઓનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.આખરે વિદ્યાર્થીઓ એ સમગ્ર મામલા ને લઇ કંટાળી જઇ બસોને રોકી સોશિયલ મીડિયા માં વીડિયો શૅર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો..અને વહેલી તકે તેઓની આ સમસ્યા ઉપર એસ.ટી વિભાગ નું તંત્ર ધ્યાન આપી બસો ની સંખ્યા માં વધારો કરે તેમજ નિયમિત સમય પર બસો પહોંચાડે તેવી માંગ ઉચ્ચારી હતી…..

Advertisement

Share

Related posts

વિરમગામમાં સપ્તધારાના સાધકો દ્વારા મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની જાણકારી આપતો પપેટ શો રજુ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપની એ દધેડા ગ્રામ પંચાયતને એમ્બ્યુલન્સ આપી.

ProudOfGujarat

સુરતની અનેક શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી લાખો કરોડો રુપિયાનું ડોનેશન ઉધરાવી લેતી શાળા સામે જીલ્લા શિક્ષણ અધિકારીને અરજી કરવા વાલીઓ પહોચ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!