ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે પોલીસ વિભાગ સતત રાત દિવસ જિલ્લાના વિવિધ સ્થળે દરોડા પાડતી હોય છે, અનેક સ્થળેથી દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ પોલીસે પકડી પાડી કેટલાય ગુનેગારોને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એકવાર ભરૂચ સી ડિવિઝન પોલીસે સફળ દરોડા પાડી હજારોના મુદ્દામાલ સાથે સાત જેટલાં જુગારીઓને ઝડપી પાડયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ કોઠી ફળિયા પાસેના મેલડી માતાના મંદિર નજીકની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી, જે બાદ સી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓએ સ્થળ પર દોડી જઈ દરોડા પાડયા હતા જ્યાં જુગાર રમતા સાત જેટલાં જુગારીઓ ઝડપાઈ ગયા હતા.
પોલીસના દરોડામાં જુગાર રમી રહેલ (1) મુકેશ જ્યંતીભાઈ વસાવા રહે, ઇન્દિરા આવાસ, મકતમપુર ભરૂચ (2) સરફરાઝ ઇમ્તિયાઝ મલેક રહે, દુબઇ ટેકરી, ઝાડેશ્વર ભરૂચ (3) ચિંતનભાઈ સુરેશભાઈ પટેલ રહે, આશ્રમ ફળિયું, મકતમપુર ભરૂચ (4) મનુભાઈ સોમાભાઈ સિંધા રહે, શ્રી નગર સોસાયટી, તુલસીધામ ભરૂચ (5) ભુપેન્દ્ર ભગવતી વિશ્વકર્મા રહે, નારાયણ પાર્ક સોસાયટી મકતમપુર ભરૂચ (6) નિલેશભાઈ સુકાભાઈ માછી રહે, નર્મદા દર્શન સોસાયટી, મકતમપુર ભરૂચ તેમજ (7) રાહુલભાઈ કેશભાઈ માછી રહે, ઇન્દિરા આવાસ મકતમપૂર ભરૂચ નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરની રોકડ, મોબાઈલ ફોન સહિત કુલ 27 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારી તત્વોમાં ફાફડાટનો માહોલ છવાયો છે.