Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાંથી હવાલાના લાખો રૂપિયા લઈ રિક્ષામાં પસાર થતો ટંકારીયાનો ઈસમ SOG ના હાથે ઝડપાયો

Share

ભરૂચ જીલ્લો અવારનવાર હવાલા કાંડના રેકેટથી ગુંજી ઉઠતો હોય છે, જિલ્લામાં ગેરકાયદેસર રીતે લવાતા લાખો રૂપિયા હવાલા મારફતે પહોંચતા હોય છે, તેવામાં ભરૂચ શહેરમાં ફરી એકવાર હવાલા કાંડ ઝડપાયો છે, જેમાં લાખોની રોકડ સાથે એક ઈસમની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે.

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળેલ બાતમીના આધારે ભરૂચના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી, દરમ્યાન સર્કલ પાસેથી પસાર થતી રીક્ષા નંબર GJ 16 AT 6015 ને રોકી તેમા હાજર ઈસમ રફીક અલ્લી ઇબ્રાહીમ કોઢીયા રહે. ટંકારીયા નાઓની પાસેથી 19 લાખ ઉપરાંતની રકમ મળી આવી હતી, જે બાબતે પોલીસે પૂછપરછ કરતા કોઈ સંતોષ કારક જવાબ ઈસમ દ્વારા આપવામાં આવ્યો ન હતો.

Advertisement

જે બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લાખોની ગેરકાયદેસર રકમ સાથે ઈસમની ધરપકડ કરી આ રૂપિયા ક્યાંથી લીધા અને ક્યાં આપવાના હતા તેમજ આ અગાઉ પણ હવાલા કાંડ કર્યું છે કે કેમ તે તમામ દિશાઓમાં તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.


Share

Related posts

ભરૂચ : દહેગામ ચોકડીની અલનુર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી.

ProudOfGujarat

જંબુસર : અણખી ગામના એરટેલ ટાવર કેબિનમાં રાખેલ 1,24,000/- બેટરીઓની ચોરી

ProudOfGujarat

સુરત : પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરથી સો ટકા જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!