Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દહેજ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત અન્ય એક ઘાયલ

Share

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવતી હોય છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના ભરૂચ-દહેજ હાઇવે પર આવેલ જોલવા ગામ પાસેથી સામે આવી છે, જ્યાં એક વ્યક્તિનું મોત તેમજ અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

ભરૂચ દહેજ માર્ગ પર જોલવા નજીક ગત મોડી સાંજે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાંથી નોકરી કરી બે યુવાનો મોટર સાયકલ લઈ પરત આવી રહ્યા હતા દરમ્યાન જ સામેથી આવતા ટ્રેલરના ચાલકે કાબુ ગુમાવી મોટર સાયકલમાં ઘુસી જતા બાઈક પર સવાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે રહેતા છોટુ કુમાર સીંગનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.

Advertisement

અકસ્માતની ઘટના બાદ દહેજ પોલીસ દ્વારા મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી ટ્રેલર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

માનવતા : સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરીવાર દ્વારા દિલીપભાઈના પરીવારના લાભાર્થે એક લાખને એક રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરા: 6.5 કરોડનો ખર્ચે તૈયાર થયેલ સિદ્ધનાથ તળાવમાં અસહ્ય ગંદકી

ProudOfGujarat

આતિથ્યની હિજરત, સરકારનાં આંખ મિચામણાં: 7 દિવસમાં યુપી-બિહારના લોકો પર 50થી વધુ હુમલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!