Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મકતમપુર પાટિયા પાસે ફાયરિંગની ઘટનાથી ચકચાર, એક વ્યક્તિને ગોળી વાગતા વડોદરા સારવાર હેઠળ ખસેડાયો

Share

ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નર્સરીના માલિક ઉપર અજાણ્યા શખ્સે આડેધડ ફાયરિંગ કર્યું છે. જૂની અદાવત આ ગોળીબાર પાછળનું કારણ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર નર્સરીમાં કામ કરતા ૫૫ વર્ષીય રામ ઈશ્વર શાહ ઉપર અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કર્યું છે. સવારે ૬.૪૫ વાગે તેઓ અવાવરું વિસ્તારમાં હાજતે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. રામ ઈશ્વર શાહને છાતી અને માથા ભાગે ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. તપાસ દરમ્યાન પોલીસને ઘટનાસ્થળથી 4 બુલેટ મળી આવી છે.

ઈજાગ્રસ્તના પુત્ર લલન શાહ અનુસાર વર્ષોથી બિહારમાં તેમની જમીન સંબંધિત તકરાર ચાલી રહી છે. આ મામલે વર્ષ 2019 માં રામ ઈશ્વર શાહ ઉપર હુમલો થયો હતો જેના આરોપી જેલમાં ધકેલાયા હતા. ધરપકડ સમયે આરોપીઓએ છૂટ્યા બાદ પણ પતાવી દેવાની ધમકી આપી હતી. હાલમાં આરોપીઓએ જેલમાંથી છૂટીને ઘટનાને અંજામ આપ્યો હોવાની તે શંકા વ્યક્ત કરી રહ્યો છે.

જાણકારો અનુસાર હુમલો દેશની બનાવટની રિવોલ્વર અથવા પિસ્ટલથી કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી 7.65mm ની 4 બુલેટ પણ મળી આવી છે. જે પ્રકારે આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તે જોતા ગુનામાં સંડોવણી હિસ્ટ્રીશીટરની અથવા સોપારી પ્રકરણની હોય તેવી શક્યતતા નકરાઈ શકાય નહીં.

Advertisement

ભરૂચના વિભાગીય પોલીસ અધિક્ષક સી કે પટેલે ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે બિહારમાં રામ ઈશ્વર શાહની તેના પડોશી સાથે જમીનની તકરાર ચાલી રહી છે જે બાબતની રીસ રાખી બદલો લેવા હુમલો થયો હોવાનું અનુમાન છે. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.


Share

Related posts

રમજાન ઈદ અને પરશુરામ જયંતિ નિમિત્તે ગોધરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

USIBC એ જ્યુબિલન્ટ ભારતિયા ગ્રુપના શ્યામ એસ ભારતિયા અને હરિ એસ ભારતિયાને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લા LCB અને સાઇબર સેલ નર્મદા, પોલીસે નર્મદા જિલ્લામાં ગુમ થયેલા 27 એન્ડ્રોઇડ મોબાઈલ શોધી મૂળ માલિકોને સોંપવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!