ભરૂચ જિલ્લા તેમજ તાલુકા કક્ષાની તમામ હોસ્પિટલોએ સાવચેતીની પૂર્વતૈયારીના ભાગરૂપે એક જ દિવસે ભરૂચ જિલ્લા કક્ષાએ જિલ્લાની રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લામાં કોવિડને ધ્યાને લઈ આજરોજ અંકલેશ્વરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, હોસ્પિટલની અંદર સ્થાપિત ઓક્સિજન લિક્વિડ મેડિકલ ટાંકી અને ઓક્સિજન વિતરણ નેટવર્કની તપાસ કરવા માટે પરિસરની અંદર મોકડ્રીલ હાથ ધરી હતી. તે સાથે એમપીજીએસ, ઉપલબ્ધ બેડ, ઓક્સિજન સિલિન્ડર, જરૂરી દવાઓ અને લોજીસ્ટીકની ઉપલબ્ધી, પી.પી.ઈ. કીટની ઉપલબ્ધી તેમજ ઉપલબ્ધ સ્ટાફની તાલીમ/ ઓરીએન્ટેશન જેવી બાબતો આવરી લઈ તમામ પાસાની ચકાસણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઈ.સી.યુ.તેમજ ઓક્સિજન લાઈનયુક્ત પથારીઓની વ્યવસ્થા તેમજ ફાયર સેફટીની મોકડ્રિલ કરી કોવિડ-૧૯ અંતર્ગત દર્દીની સારવારને લગતી બાબતોનું પૃથક્કરણ કરી સફળતાપૂર્વક મોકડ્રીલ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં આવેલી તમામ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ તમામ ખાનગી હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલના સમયે, આરોગ્ય શાખાનો સ્ટાફ, હોસ્પિટલના સ્થાનિક પી.આર.આઈ. સભ્યો હાજરી આપી હતી.