ભરૂચમાં આઈપીએલની શરૂઆતથી જ લગભગ દરેક સીઝનમાં મેચ દીઠ સટ્ટા બેટીંગ રમાતો હોય છે ત્યારે એસ.ઓ.જી એ સટ્ટા બેટિંગ રમતા બે ને ઝડપી પાડયા હતા. જ્યારે બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
એસઓજીએ ભરૂચ નગરના પશ્ચિમ વિસ્તારમાં ઓનલાઈન સટ્ટાની લીંક મેળવી પંજાબ તેમજ હૈદરાબાદ વચ્ચે રમાતી આઈપીએલની લીગ મેચ પર સટ્ટો રમતા સટોડીયાઓને ઝડપી પાડયા હતા. આઈપીએલ સીરીઝ શરૂ થતા સાથે જયાં એકબાજુ સટ્ટાના શોખિનો સક્રિય થયા હતા ત્યાં બીજીબાજુ ભરૂચ જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પોલીસ અમલદારો આવા સટ્ટા પર વોચ રાખી રહ્યા હતા. જેના પરિણામે પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં ત્રણ લીંક મેળવી સટ્ટો રમતા બે સટોડીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. તે સાથે ભરૂચ તાલુકાના નબીપુર ગામનો કુખ્યાત સટોડીયા સુલેમાન પટેલ ઉર્ફે સોલી અગાઉની જેમ જ ક્રિકેટમાં સટ્ટા બાબતે ફરી એકવાર ગુનાના ચોપડા પર ચઢી ગયો છે.
ભરૂચ પંથકમાં ક્રિકેટ પ્રેમીઓ તેમજ કેટલાક જુગારની લત ધરાવતા સટોડીયાઓ મેચની હારજીત ઉપરાંત દરેક રન ઉપર તેમજ ફોર અને સીક્સ અને વિકેટ પર ઓનલાઈન મોબાઈલ પર જુગાર રમતા હોય છે ત્યારે આધારભૂત માહિતીના પગલે એસઓજી પોલીસે ભરૂચની ભજ્જુવાલા સોસાયટી ખાતે મળેલ બાતમી મુજબ ચેકીંગ હાથ ધરતા મહમદ જાવિદ પટેલ સટ્ટો રમતા ઝડપાય ગયો હતો. પંજાબ કીંગસ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેની મેચમા ઓનલાઈન એપ્લીકેશન દ્વારા ક્રિકેટ મેચની હારજીત પર સટ્ટો રમાતો હતો. આ સટ્ટાની એપ્લીકેશન લીક ભરૂચ નજીક આવેલ નબીપુર ગામના કુખ્યાત સુલેમાન પટેલ ઉર્ફે સોલી પાસેથી મેળવી એપ્લીકેશન લીંક મિલિત મોદીને આરોપીઓને આપી હતી . તો બીજીબાજુ ભરૂચની મદિના હોટલ પાસે ઈમરાન અહમદ મેમણ ઓનલાઈન એપ્લીકેશન દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેટીંગનો જુગાર રમતા સ્થળ પર ઝડપાઈ ગયો હતો જેની પાસેથી એક મોબાઈલ કબ્જે લેવામાં આવ્યો હતો જેને પણ નબીપુરના સૌલીએ લીંક મોકલી હોવાનું જાણવા મળેલ છે. એસઓજી પોલીસ સોલી અને મિલિત મોદીને વોન્ટેડ જાહેર કરેલ છે.