ભરૂચના ઝાડેશ્વરથી તવરા જતા માર્ગ પર બસ સ્ટેન્ડ નજીક ખાનગી બિલ્ડર દ્વારા તૈયાર થઈ રહેલા બાંધકામ બાદ પાણીના નિકાલ માટે જાહેર માર્ગ પરના આશરે 50 ફૂટ જેટલાં રસ્તાની નીચેની ભાગે મસમોટી સુરંગ રાતો રાત બનાવી પાઇપ લાઈન નાંખી પાણી નિકાલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે, જે બાદ સમગ્ર મામલે જાગૃત નાગરિકોએ થઈ રહેલ આ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે, અને તંત્ર કાર્યવાહી હાથધરે તેવી માંગ ઉચ્ચારી છે.
જાગૃત નાગરિકોનું જણાવવું છે કે જાહેર માર્ગની નીચેના ભાગે જ મસ મોટુ ખોદાણ કરવામાં આવ્યું છે, અને સુરંગ જેવું ખોદકામ કરી તેમાંથી પાઇપલાઈન પસાર કરવામાં આવી રહી છે, જોકે આ કામગીરીની કોઈ પરવાનગી બિલ્ડર અથવા કોન્ટ્રાકટર દ્વારા લેવામાં આવી છે કે કેમ..? તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જાહેર માર્ગ ની નીચે ના ભાગે જ મસ મોટુ ખોદાણ કરાયું છે, જે બાદ ભવિષ્યમાં રસ્તો બેસી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
વધુમાં સ્થાનિક જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યા હતા કે આ સુરંગ ના ખોદકામ દરમ્યાન અંદર ઉતરેલા મજૂરો કોઈ પણ પ્રકાર ના સેફટીના સાધનો પહેર્યા ન હતા, જે બાદ આ પ્રકારે કામગીરી કરાવનાર કોન્ટ્રાકટરો સામે ગુનો દાખલ કરવાની પણ માંગ તેઓએ ઉચ્ચારી હતી, મહત્વની બાબત છે કે તાજેતરમાં જ દહેજ વિસ્તારમાં ગટરની સફાઈ કામગીરી દરમ્યાન પાંચ જેટલાં મજૂરોને ગુંગરામણનો શિકાર બન્યા હતા જેમાંથી ત્રણ શ્રમીકોના મોત નીપજ્યા હતા.
હાલ તવરા રોડ પર થઈ રહેલ આ કામગીરી રાતોરાત થઈ ચુકી છે, જોકે જાગૃત નાગરિકો આ પ્રકારની કામગીરી પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, તેવામાં હવે જોવું રહ્યું કે શું તંત્ર આ પ્રકારની થયેલ પ્રવૃતિની તપાસ કરશે..? રસ્તા નીચે ખોદકામની પરમિશન કોન્ટ્રાકટર કે બિલ્ડર પાસે હતી..? ખોદકામ બાદ પાણી ક્યાં છોડવાની તૈયારી છે તે બાબતે પણ કોઈ પરવાનગી છે..? તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે, જે બાબત તપાસ નો વિષય બની છે, તેમ કહેવાઈ રહ્યું છે.