Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ : એડવાન્સ ફર્ટિલાઈઝર ( ઇન્ડિયા) પ્રા.લી તથા નીલકંઠ ક્રોપ સાયન્સ પ્રા.લી. ઔધોગિક એકમોનું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ એ ઉદ્ઘાટન કર્યું

Share

દહેજ સ્થિત જીઆઇડીસીમાં કાર્યરત નીલકંઠ ગ્રુપના નવા શરૂ થતાં આયોમો એડવાન્સ ફર્ટિલાઈઝર ( ઇન્ડિયા)ના પ્રા.લી તથા નીલકંઠ ક્રોપ સાયન્સ પ્રા.લી. એમ બે નવા શરૂ થનાર આધોગિક એકમના ઉદ્ઘાટન પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે મંત્રીએ ઔધોગિક એકમના નવા સાહસની ધાર્મિક સંસ્થાના સંતો સાથે રહીને પુષ્પ અને શ્રીફળ વધેરીને એકમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘ દ્રષ્ટિ થકી આજે ગુજરાત સમગ્ર દેશમાં ઔધોગિક ક્ષેત્રે અગ્રેસર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલ વાયબ્રન્ટ ગુજરાતના નેજા હેઠળ કરાયેલ ભગીરથ પ્રયાસના મીઠા ફળ ગુજરાતને મળી રહ્યાં છે.

વધુમાં મંત્રીએ રાજ્યની ઔધોગિક પોલીસીની સરહાના કરતાં જણાવ્યું હતું કે, ઔધોગિક એકમ તથા રાજ્યના જનસમુદાય એમ બંનેનો વિકાસ થાય તેવી પોલિસી રાજ્યએ અમલમાં મુકી છે. જેથી કરીને ગુજરાત ઔધોગિક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે,તેમ તેમને ઉમેર્યું હતું.

Advertisement

આ વેળાએ મંત્રીએ નિલકંઠ ગ્રુપના નવા સાહસને બિરદાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું હતું કે,દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “લોકલ ફોર વોકલ” તથા “આત્મનિર્ભર ભારત” જેવી સંકલ્પનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકાશે,તેવી મંત્રીએ નેમ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે નીલકંઠ ગ્રુપના ચેરમેન વિપુલભાઈ ગજેરાએ ગ્રુપની વિસ્તૃત વિગત આપીને સ્વાગત પ્રવચન કર્યુ છે. આ વેળાએ મંત્રી તથા ધાર્મિક સંસ્થાના વડા પૂ.પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામીએ વૃક્ષારોપણ કર્યું હતું. આ વેળાએ જિલ્લા અગ્રણી મારુતિ સિંહ અટોદરિયા, જિલ્લાના અધિકારીઓ તથા ધાર્મિક સંસ્થાના સંતો તથા ઔધોગિક એકમના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.


Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં રુ.૭૫૧ લાખના ખર્ચે જળસંચયના કામો હાથ ધરાશે.

ProudOfGujarat

ભારતીય વાયુ સેનાના પરાક્રમને સલામ કરતી ભરૂચની જનતા… ઠેરઠેર ફટાકડા અને આતશબાજીના દ્રશ્યો… પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજને સડક પર ચિત્રી વાહનો પસાર થયા…

ProudOfGujarat

રાજપીપળા એસ.ટી. બસ ડેપોમાંથી હીરાની ચોરી કરેલ આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!