અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર માંથી ચોરી થયેલ હુન્ડાઈ વર્ના કાર સુરતના કામરેજ વિસ્તારમાં ફરતી હોવાની માહિતી હ્યુમન ઇન્ટેલીઝન્સ થકી મળી હતી, જે બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ સુરતના કામરેજ ખાતે વોચ ગોઠવી હતી દરમ્યાન મળેલ બાતમીના આધારે વાવ વિસ્તારથી પલસાણા હાઇવે તરફ જતા દેખાઈ હતી, જે બાદ ક્રાઇમ બ્રાન્ચે કારનો ફિલ્મી ધબે પીછો કર્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા બારડોલી રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ચોરીમાં ગયેલ કારને રોકી તેને કોર્ડન કરી કારમાં સવાર ત્રણ ઈસમોની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી હતી દરમ્યાન આ ઈસમો પોલીસના સવાલોથી ભાંગી પડતા આખરે તેઓએ આ કારની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, તેમજ તેઓએ ભરૂચ, સુરત, નવસારી, તાપી જિલ્લામાંથી પણ અલગ અલગ કંપનીની કુલ 9 જેટલી કારની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું, સાથે જ ચોરી કરેલ કારને રાજસ્થાન ખાતે વહેચતા હોવાની કબૂલાત કરી હતી.
ક્રાઇમ બ્રાચે મામલે (1) ખુરસીદ અહેમદ નિશાર અહેમદ રહે, પ્રતાપ ગઢ યુ, પી (2) રામભદ્દુર રામવતાર યાદવ રહે, પ્રતાપ ગઢ યુ, પી તેમજ (3) મોહમ્મદ આમિર મોહમ્મદ જહીર રહે, ડિંડોલી સુરત નાની ધરપકડ કરી મામલે વેચાણ પણ ગાડીઓ લેનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી ચોરીમાં ગયેલ બે કાર, મોબાઈલ, કટર, કટર બ્લેડ સહિત કુલ 5,35,000 નો મુદ્દામાલનો કબ્જો લઈ તેમને સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.