રાજ્ય સરકાર દ્વારા સરકારી તમામ કચેરીઓમાં તબક્કાવાર રીતે ફિક્સ પગાર પર કર્મચારીઓને લેવાની શરૂઆત કરી છે.જેના કારણે કર્મચારીઓને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે…કરાર આધારિત કર્મચારીઓ પાસે થી કાયમી કર્મચારીઓ જેટલુંજ અને ઘણી વખત તેમના કરતા પણ વધારે કામ લેવામાં આવે છે..જેના કારણે કરાર આધારિત કર્મચારીઓનું શોષણ થઇ રહ્યા નું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.
સરકાર ની શોષણનીતિ નો ભોગ નેશનલ હેલ્થ મિશન વિભાગ ની રાજ્યની હોસ્પિટલો આરોગ્ય વિભાગ ની કચેરીઓ અને ફિલ્ડ લેવલ ના કર્મચારીઓ બની રહ્યા છે.૨૮ મેં ૨૦૧૮ ના રોજ નેશનલ હેલ્થ મિશન ના કર્મચારીઓનો પગાર વધારો કરવાનો જાહેર કરવામાં આવ્યું હતું.પરંતુ આજ દિન સુધી તેનું અમલી કરણ થયું નથી.નેશનલ હેલ્થ મિશન ના કરાર આધારિત કર્મચારી મંડળ ના પ્રમુખ વિનોદ ભાઈ પંડયા અને મંત્રી જનક ભાઈ પટેલે ચાર સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી માં સુધારેલો પગાર વધારો જાહેર નહિ કરાય તો આક્રમકઃ આંદોલન કરવાની ચીમકી આપી હતી.તેમ છતાંય સરકાર દ્વારા તેમની માંગ ના અનુસંધાન માં કોઈ કાર્યવાહી નહિ કરતા આજે મંગળવારે નેશનલ હેલ્થ મિશન ના કરાર આધારિત કર્મચારીઓએ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઇ સરકાર ની શોષણ યુક્ત નીતિનો વિરોધ કર્યો હતો..તેમજ જ્યાં સુધી તેમની માંગણીઓ નહિ સંતોષાય ત્યાં સુધી હડતાળ ઉપર ઉતરવાની ચીમકી આપી હતી…