Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુર્હુત કરાયુ.

Share

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી -૮૮ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કાર્યો અંગે આજરોજ હનુમાન જયંતિના દિવસે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. કુલ ૬ કામો રૂ ૧,૧૧,૨૨,૨૦૦ ના ખર્ચે આ કામો અંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામા આવ્યું હતું. આ વિકાસના કામોમાં વોર્ડ નં. ૧૧ સોનેરી મહેલ સર્કલથી ચકલા સુધીના રસ્તા પર પેવરબ્લોક બેસાડવા ઉપરાંત આ જ વોર્ડમાં સમાવેશ ચકલા વિસ્તારના લાલભાઈ પાટ જુના બજારને જોડતા રસ્તા પર પેવરબ્લોક નાંખવાનું કામ, ભોઈવાડ વિસ્તારમાં ધર્મેશભાઈ શાહના ઘરથી અંબાજી માતાના મંદિર સુધી અને ચંદનચોક વિસ્તારની આંતરિક ગલીઓમાં તેમજ ચોકમાં અને હાજીખાના બજારથી સાધના સ્કુલ થઈ ચકલા સુધીના રસ્તા પર પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુર્હુત કરાયુ હતુ. આ ઉપરાંત વોર્ડ નં.૭ માં આવતા સ્વામિનારાયણ મંદિર પાસે પણ પેવર બ્લોક બેસાડવાના કામ અર્થે ખાતમુર્હુત પ્રસંગે પુર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સ્થાનિક કોપોરેટરો વગેરે ઉસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પાલેજ સ્ટેશને પ્લેટફોર્મ ની લંબાઈ વધારવામાં અક્ષમ્ય વિલંબ નાં કારણે મુસાફરજનતા પરેશાન

ProudOfGujarat

સુરતની માતા-દિકરીનો જશોદા-કનૈયાના રૂપમાં ફોટોશુટ કરી લોકોને આકાર્ષ્યા.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ બાદ મેલેરિયા, ટાઇફોડ તેમજ વાઇરલ ઇન્ફેકશનનાં દર્દીઓ મોટી સંખ્યામાં મળી આવતાં પ્રજાજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!