આજે રામ ભક્ત હનુમાનજીનાં જન્મોત્સવને લઇ સમગ્ર ભરૂચ જિલ્લાના વિવિધ મંદિરોમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પૌરાણિક હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના પાઠ, બાઇક રેલી, મહાપ્રસાદી, ભજન કીર્તન, કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી હનુમાનજી દાદાના દર્શન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી અને મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.
એક વાયકા મુજબ હજારો વર્ષ પહેલા ઝાડેશ્વર ગામ તરફથી ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે હનુમાનજી મંદિર નદી કિનારે એક ટેકરા ઉપર સ્થાપિત હતું ત્યારે ભગવાન સ્વામિનારાયણને ઝાડેશ્વર ગામના આગેવાનો સાથે ચર્ચા કરી ભગવાને જણાવ્યું હતું કે આ મંદિરને આવનાર દિવસોમાં ગામની વચ્ચે લઈ જજો આવનાર દિવસોમાં આ ગામનો ભવ્ય વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે ભગવાનને હનુમાનજી દાદાને પણ ગામની વચ્ચે સ્થાપિત કરવામાં આવે જેથી કરી ગામ લોકો પર દાદાની અમી દ્રષ્ટિ આશીર્વાદ કાયમી રહે. આથી 300 વર્ષ પહેલા ગ્રામજનોએ નદી કિનારે દાદાની મૂર્તિ હતી જેને લઇ અત્યારે ઝાડેશ્વર ગામનાં મધ્યમાં સ્થાપિત કરી છે ત્યારથી જ ગામનો વિકાસ થવા લાગ્યો છે એમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
ભરૂચનાં ઝાડેશ્વર હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરાઈ.
Advertisement