Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ધીંગાણું, બી ડીવીઝન પોલીસ એક્સનમાં આવતા મામલો કાબુમાં.

Share

ભરૂચ શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલ ત્રણ કુવા નવી નગરીમાં ગત બુધવારે સાંજના સમયે બે જૂથ બાખડયા હતા. જેમાં બંને પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી, જોકે મારામારીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો કુહાડી, નાનું ધારીયું, લાકડીના સપાટા વડે હુમલો કરી રહ્યા હતા. પરિણામે ચાર લોકો ઘાયલ થયા હતા, માથાના ભાગે હાથ, ખભા સહિતની જગ્યાએ વાગ્યું હતું. ઇજાગ્રસ્તોમાં નારણ મંગાભાઈ વસાવા, ગલુબેન નારણ વસાવા, રોશન અશોકભાઈ વસાવા, શીતલબેન અનિલ વસાવા તમામ રહે. નવીનગરી ત્રણ કુવા ભરૂચ. ફરિયાદીના જણાવ્યા અનુસાર માર મારનાર લોકોમાં ગણેશ દશરથ વસાવા, કૈલાસબેન અજય વસાવા સાથે અન્ય ચારથી પાચ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે રીક્ષામાં દર્દીને લઇ જતા રસ્તામાં સામે પક્ષના શખ્સ રોડ વચ્ચે ઉભા હોય ગાડીનો હોન મારતા મગજમારી થઈ હતી.

Advertisement

Share

Related posts

સ્થાનિક આદિવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવનમાં ટિકિટ બારી પર કામ કરતા નોકરીમાંથી છૂટા કરતા થયો વિવાદ.

ProudOfGujarat

વડોદરા : “સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલ્યુશન અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ પર પાંચ દિવસિય પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

’नई सामान्य जीवन शैली’ को अपनाते हुए, क्रिएटिव निर्माता रितेश सिधवानी ने एक बार फिर अपने ऑफिस में काम किया शुरू !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!