ભરૂચ જિલ્લામાં આજથી એક વર્ષ પૂર્વે જિલ્લા પોલીસ વડા તરીકે રાજેન્દ્ર સિંહ ચુડાસમા એ વિદાય લીધી હતી જે બાદ નવા પોલીસ વડા તરીકે ભરૂચ જિલ્લાને ડો. લીના પાટીલ મળ્યા હતા, લીના પાટીલ એ ચાર્જ સભાળ્યાના ગણતરીના દિવસોમાં જ ગુનેગારી તત્વો સામે તવાઈ બોલાવી હતી, જ્યાં એક તરફ દારૂ -જુગાર ગાંજા જેવી પ્રવૃતિઓ પર લગામ લગાવવા સતત સફળ પ્રયાસ કરવામાં આવ્યા તો બીજી તરફ પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતા કેળવાય અને પોલીસ વિભાગથી પ્રજાને નજીક લાવવા માટેના તમામ સફળ પ્રયાસો કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં ચકચારી ગુન્હા હોય કે પછી લોક દરબારો થકી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ હોય તમામ ક્ષેત્રમાં જિલ્લા પોલીસ વડાએ સફળતાપૂર્વક પોતાની કામગીરી કરી ભરૂચ જિલ્લામાં શાંતિ અને સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ સરાહનીય કામગીરી કરી પોતાની ફરજ નિભાવી છે. જિલ્લામાં નાની મોટી દુર્ઘટનાઓથી લઈ તમામ એવા બનાવોમાં સતત જીણવંતભરી તપાસ કરી પોલીસની કામગીરી અંગેના દર્શન લોકોને પહોંચાડયા હતા તેમજ ગુનેગારી તત્વોમાં કાયદાનો ખૌફ પ્રસરે અને જિલ્લો ક્રાઇમ મુક્ત રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વોના આતંકને ડામવા સાથે વ્યાજખોરોનો ખૌફ મધ્યમ વર્ગના લોકોમાંથી ઓછો કરવામાં પોલીસ વિભાગે અત્યાર સુધી સફળતા પ્રાપ્ત કરી છે, સાથે સાથે જિલ્લામાં નાનામાં નાની ઘટનાથી લઈ મોટી ઘટનાઓ સુદ્ધામાં જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સફળતા સફળતાપૂર્વકની કામગીરી કરી પોતાની નોંધ અને જાગૃતા તમામ ક્ષેત્રમાં લેવડાવી વર્ષ દરમ્યાન સતત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેના પ્રયાસ કર્યા છે.
આમ ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકેનો હવાલો સભાળ્યા બાદથી જ સફળતા પૂર્વક ડો. લીના પાટીલે પોતાની ફરજ નિષ્ઠાવાન રૂપે રહી નિભાવી જિલ્લાની જનતામાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વય યથાવત રહે તે તમામ પાસાઓ ઉપર કામગીરી કરી છે.