ભરૂચ શહેરને પાણી પૂરું પાડતી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં 25 માર્ચના રોજ ઝનોર પાસે ભંગાણ થયું હતું. તા. 29 માર્ચથી સમારકામની કામગીરી શરૂ થતા નહેર વિભાગ દ્વારા શહેરમાં અપાતું પાણી બંધ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા શહેરમાં 10 દિવસથી માતરીયા સ્ટોરેજમાંથી એક સમયે પાણી આપવાનું આયોજન કરેલ છે પરંતુ શહેરના અને અમુક વિસ્તારોમાંથી અમોને પાણી ના મળતું હોય તેમજ પાણીનો જે સમય નક્કી હોય તેના કરતા ઓછું પાણી પ્રેસર વગર મળે છે તેવી ફરિયાદ આવી છે તે માટે આજરોજ વિપક્ષ નેતા સમશાદ સૈયદ, વિપક્ષના સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઈબ્રાહીમ કલકલ એ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને પાણી વિભાગના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરી હતી. નગરપાલિકા દ્વારા નહેર વિભાગ સાથે સંકલન કરી રીપેરીંગ કામગીરી વહેલા કરાવે અને શહેરની પ્રજાને ભર ઉનાળે તહેવારમાં પાણી માટે પડતી મુશ્કેલીમાંથી રાહત આપે.
ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા પાણીના પ્રશ્ને પાલિકા પ્રમુખ તેમજ પાણી વિભાગના ચેરમેનને કરાઇ રજૂઆત
Advertisement