ભરૂચ નગરના મહીલા પોલીસ મથક ખાતે અવાર નવાર પરણિત મહીલા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાતો હોવાની ફરીયાદ નોધવામાં આવે છે. તાજેતરમા ભરૂચમાં રહેતી પરિણીતા પર શક અને વહેમ રાખી પતિ સહિતના સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ અપાતા પરિણીતા દ્વારા પતિ સહિતના સાસરિયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. ભરૂચની પરિણીતા પર શક-વહેમ રાખી અને શારીરિક તેમજ માનસિક ત્રાસ અપાયો હોવાની ઘટના બની હતી જે અંગે, મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ અંગેની વિગત જોતા ભરૂચ નગરના લાલ બજારના ખાડી ફળિયામાં રહેતા વર્ષાબેન દીપકભાઈ સોલંકીના લગ્ન વર્ષ 2005 માં રિતી રીવાજ મુજબ વડોદરાના આજવા રોડ ખોડીયાર નગર ખાતે રહેતા કેતન મંગળ સોલંકી સાથે થયા હતા. સુખી લગ્ન જીવન દરમિયાન તેઓને એક પુત્રી અને એક પુત્ર સંતાન છે. પરંતુ લગ્નના એક વર્ષ સુધી પતિ સારી રીતે રાખતા હતા. જે બાદ શક વહેમ રાખી ઝઘડો કરી મારજુડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરવાની શરૂઆત કરી હતી. તેમજ પરણિત મહિલાના સાસુ, તેમજ જેઠાણી અને જેઠ તેમજ નણંદ પતિને વારંવાર ચઢામણી કરી ઝઘડો કરી માનસિક રીતે હેરાનગતિ કરી ત્રાસ આપતા પરિણીતાએ પતિ, સાસુ અને જેઠ,જેઠાણી તેમજ નણંદ વિરુદ્ધ ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.