Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ: સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ પોસ્ટ કર્મચારીઓનું સન્માન કરાયું

Share

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ભરૂચ શહેરમાં સૌપ્રથમવાર ભરૂચ શહેરની વિવિધ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્તર અને સહાયક સ્ટાફની જાહેર જનતા સાથે કરવામાં આવતી વર્તણૂક, સ્ટાફની કાર્ય કરવાની પદ્ધતિ, જેવી અનેક નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી ભરૂચ શહેરની 9 પોસ્ટ ઓફિસનો પબ્લિક સર્વે કરવામાં આવ્યો હતો.

આ સર્વે અંતર્ગત જે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે અનુસાસિત છે તેવા 2 પોસ્ટ ઓફિસના કર્મચારીઓને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા આજરોજ હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટ સાહેબ સુભાષભાઈ પરમાર, ASP મુકેશ સીંહ , IPPG વિમલ સિંહ, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના પ્રમુખ સંજય તલાટી, સભ્યો ધર્મેશભાઈ મોદી, ભરતભાઈ શુક્લ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. જેમાં ઝાડેશ્વર ગામમાં આવેલી પોસ્ટ ઓફિસના કમલેશ પટેલ અને ચાર્મી મમરાવાલા તથા રેલ્વે સ્ટેશનની પોસ્ટ ઓફિસના કૌશિક રાણા અને અંકિત દુગ્ગલનું સારી કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના હિંગોરીયા ગામે ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝઘડામાં ૧૦ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

સુરતના કપલેથા ગામમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરાઇ

ProudOfGujarat

ओटीटी पर सुपरस्टार यश का केजीएफ 1 हुआ लॉकडाउन-फेवरेट; स्ट्रीमिंग प्लेटफ़ॉर्म के बीच केजीएफ 2 के अधिकार खरीदने के लिए कडा मुकाबला.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!