Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં શુક્રવારે રાત્રે તસ્કરોએ રમી T20 ઇનિંગ! ફલશ્રુતિ નગર, અમરદીપ કોમ્પલેક્ષ, સાકાર કોપલેક્ષની દુકાનોના તાળા તોડી પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર..

Share

ભરૂચ શહેરમાં તસ્કરો એ બેફામ બની પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવા બનાવ સામે આવ્યા છે, શહેરના સ્ટેશન રોડ વિસ્તારને અડીને આવેલ ફ્લશ્રુતિ નગર, અમર દીપ કોમ્પ્લેક્ષ, સાકાર કોમ્પ્લેક્ષમાં આવેલ ચારથી પાંચ દુકાનોના શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપી અજાણ્યા તસ્કરો પલાયન થઈ જતા વિસ્તારમાં ધંધો રોજગાર કરતા વેપારીઓમાં ફફડાટનો માહોલ છવાયો છે.

જાણવા મળ્યા મુજબ સ્ટેશન રોડ પરના મુખ્ય માર્ગને અડીને આવેલ વિસ્તાર અને અનેક હોસ્પિટલો અને ક્લિનિક ધરાવતા લોકોથી ધમધમતા વિસ્તારમાં તસ્કરો એ રાત્રીના સમયે બિન્દાસ પણે ચારથી પાંચ દુકાનોના તાળા તોડી તેમજ શર્ટર ઊંચા કરી અંદર પ્રવેશી રોકડ સહિતની વસ્તુઓની ચોરીને અંજામ આપી ફરાર થયા હતા, જે બાદ સવારના સમયે વેપારીઓ પોતાની દુકાને પરત ફરતા તેઓની દુકાનમાં ચોરીઓ થઈ હોવાનું માલુમ પડયુ હતું.

Advertisement

એક સાથે ત્રણથી વધુ દુકાનોના તાળા તોડી તસ્કરો એ પણ પોલીસને પડકાર ફેંક્યો હતો તો બીજી તરફ એ ડિવિઝન પોલીસ વેપારીઓની ફરિયાદના આધારે સ્થળ પર દોડી જઈ આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવા સાથે સમગ્ર મામલે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી હતી.


Share

Related posts

જંબુસર પંથકમાં રખડતા ઢોરના આતંક સામે પ્રજા લાચાર, રસ્તે ચાલતી બાળકીને ઢોરે શીંગડે ઉછાળી.

ProudOfGujarat

વડોદરના કલ્યાણનગર નવી નગરીમાં ગંદકીનું સામ્રાજય.

ProudOfGujarat

અમદાવાદનું 155 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન બનશે TOP CLASS, 2018ના અંતે થશે તૈયાર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!