::-પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પર ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાન જાહેર કરવામાં આવતા ભરૂચમાં સવારથી જ કોંગ્રેસી કાર્યકરોએ વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપર ટાયરો સળગાવી વાહનો રોકી ભારે વિરોધ નોંધાવ્યો હતો તો સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો પણ દોડતો થઇ જવા પામ્યો હતો
સરકાર દ્વારા હાલમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે સમગ્ર ભારતભરમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી ના મુદ્દે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવતાં સમગ્ર ભારતભર માં કોંગ્રેસ દ્વારા બજાર બંધ કરો આંદોલન કરવામાં આવ્યું હતું
જે સવારથી જ ભરૂચ શહેરના બાયપાસ ચોકડી મનુબર ચોકડી શ્રવણ ચોકડી નંદેલાવ ઓવર બ્રિજ રેલવે સ્ટેશન કસક ઝાડેશ્વર ચોકડી એબીસી ચોકડી ટોલટેકસ પ્લાઝા સહિતના વિવિધ મુખ્યમાર્ગો ઉપર ભારત બંધના એલાનને લઈ ભરૂચના કોંગ્રેસી કાર્યકરોએ જાહેર માર્ગો ઉપર વાહનોને રોકવા માટે ટાયરો સળગાવી ભારે વિરોધ નોંધાવતા પોલીસ પણ દોડતી થઇ જવા પામી હતી જોકે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે ના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં પોલીસ પણ વિવિધ રોડ ઉપર નાસભાગ કરતી જોવા મળી હતી
કોંગ્રેસી કાર્યકરોના વિરોધ પ્રદર્શન ભરૂચ શહેર એ ડિવિઝન ડી ડિવિઝન સી ડિવિઝન સહિતની પોલીસ ટીમે દોડી જઇ તાત્કાલિક કોંગ્રેસી કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવા જતા કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયા હતા તો કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ પરિમલ સિંહને પણ પોલીસને આડે હાથ લેતા એક સમયે વાતાવરણ ગરમાય તેવી સ્થિતિ સર્જાતી જોવા મળી હતી.. જોકે કોંગ્રેસી કાર્યકરો ના વિવિધ માર્ગો પરના ઉગ્ર આંદોલન અને બજારો બંધ કરવા ના મુદ્દે પોલીસે કડક વલણ અપનાવી રેલ્વે સ્ટેશન નજીક કોંગ્રેસી કાર્યકરો ની રેલવે સ્ટેશનની બહાર થી જ અટકાયત કરતા ખળભળાટ મચ્યો હતો…
જોકે પોલીસે પણ કોંગ્રેસી કાર્યકરો ના ચાર કલાક ના વિરોધ પ્રદર્શન બાદ 100 થી વધુ કોંગ્રેસી કાર્યકરોને વિવિધ વિસ્તારોમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું..
ભારત બંધ ની અસર શહેર માં જોવા મળી હતી..શહેર ના એલ બે વિસ્તારોમાં આંશિક અસર તો શહેર ના મુખ્ય રસ્તાઓ ઉપર બંધ ની અસર જોવા મળી હતી..અને બપોર ના ૧૨ વાગ્યા સુધી મોટા ભાગ ની દુકાનો બંધ નજરે પડતી હતી..આમ ભરૂચ માં વહેલી સવાર થી જ ભારત બંધ અને ભરૂચ બંધ લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બન્યું હતું …