જીએસીએલ ના કોન્ટ્રાક્ટમાં કામ કરતી બેઝ કેટાલીસ્ટ કંપનીમાં ર કામદાર ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, કથિત એલ્યુમિનિયમ કલોરાઇડ બનાવવાના રીએકશનમાં ક્લોરીન વપરાતો હોઈ શક્ય છે કે કામદાર દ્વારા પ્રેસરનું ધ્યાન ન રખાયું હોઈ ક્લોરીનનું પ્રેસર વધતા આ ઘટના બની હોઈ શકે ત્યારે ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા ઘટનાની તલસ્પર્શી તપાસ થાય તેવી કામદાર આલમમાં ચર્ચા ઉઠવા પામી છે ત્યારે કથિત કંપનીના સેફટી ડિપાર્ટમેન્ટ અને તેની ઉપર જિલ્લામાં કન્ટ્રોલ કરનાર ફેકટરી ઇન્સ્પેકટર ક્લોઝર જેવી નોટિસ આપી ખાનાપુરતી કરતા હોવાનું ચર્ચાય છે, મસમોટા વહીવટ થાય છે ને સમય વીતતા વાત ભુલાય છે ત્યારે આમ ન બને તે માટે જિલ્લા કલેકટર દ્વારા કંપનીની શેહ શરમ રાખ્યા વગર પ્રામાણિક તપાસ કરાવી યોગ્ય પગલાં ભરવા જરૂરી બને છે.
Advertisement