Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રામનવમી નિમિત્તે તવરાથી ઝનોર સુધી બાઈક રેલી યોજાઇ.

Share

આજે રામ જન્મોત્સવને લઇને તવરાથી ઝનોર સુધીની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીનું આજે નવા તવરા બસ સ્ટોપ પાસેથી ઝાડેશ્વર રામ જાનકી આશ્રમના મહંત દ્વારા રેલીને લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરી હતી.

આજે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનનો જન્મોત્સવને લઇ સમગ્ર ભરૂચ જિલ્લામાં જન્મોત્સવની વિવિધ સ્થળો પર ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચની પૂર્વપતિ ઉપર આવેલા તવરાથી ઝનોર સુધી આજે બજરંગ દળના યુવકો દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તવરા નવા તવરા, જુના તવરા, કરોડ, શુકલતીર્થ, મંગલેશ્વર, નિકોરા, અંગારેશ્વર, ધર્મશાળા, સામલોદ, ડાભાલી, સિંધોડ, કરમાલી થઈ બાઈક રેલી અંતે કરજણ ગામમાં આરતી કરી રેલીનું સમર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને જય શ્રી રામ જય શ્રી રામના નારાથી સમગ્ર વિસ્તાર આજે ગુંજી ઉઠ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચની જનતાની કમનસીબી : પાંચબત્તીથી મહંમદપુરાનાં રસ્તાનું પેચવર્ક તો કરાયું પણ રસ્તાના લેવલીંગનો અભાવ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શ્વેતા તેવતિયાએ કલેકટરનો ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

ભાવનગરમાં કરુણા અભિયાનના અંતર્ગત પાંચ દિવસમાં 132 પક્ષીઓની સારવાર કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!