આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં શ્રીફળ વધેરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પાવાગઢ મહાકાળી મંદિરમાં તાજેતરમાં માતાજીને ભક્તો દ્વારા મંદિરમાં છોલેલું શ્રીફળ પર પ્રતિબંધ તેમજ મંદિર ગર્ભગૃહથી દુર માંચી પાસે શ્રીફળ વધેરવા નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયેલ છે. જેને કારણે ત્યાં દર્શને આવતા લાખો માઇ ભક્તોને હાલાકી ભોગવવી પડે છે. ટ્રસ્ટ જે મંદિરની વ્યસ્થાના ભાગરૂપે પોતાને મંદિરના માલિક સમજી હિન્દુ પરંપરાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ઉપરોક્ત ટ્રસ્ટનો નિર્ણય કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોચાડનારો છે. સીધા આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ-રાષ્ટ્રીય બજરંગદળના ભરૂચ જિલ્લા મહામંત્રી જશવંતસિંહ ગોહિલની આગેવાનીમાં ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી પરંપરા જીવંત રાખવાની માંગ કરી હતી.
Advertisement