કેન્દ્ર સરકારના ખાદ્યાન્ન અને કૃષિ વિભાગના પ્રયત્નો થકી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ ૨૦૨૩ ને “આંતરરાષ્ટ્રિય મિલેટ” વર્ષ જાહેર કરેલ છે. જેનો આશય સ્વાસ્થય લાભો અને પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓમાં મિલેટની ખેતીની અનુકૂળતા અંગે જન જાગૃતિ વધારવાનો છે.
જે અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં મીલેટ મેળો યોજાયો હતો. જેમાં આંગણવાડી બહેનોએ લાભાર્થી બહેનોને બાજરીની ઘૂઘરી, કણકીની ઘેંસ, ચીલની ભાજીના ચિલીયા, ખીચડો ( પાંચ ધાનનો ખેંચોડો), સોલ કરી, ઉબરાના ફળનું શાક, અડદની દાળ, રીંગણનો ઓળો, મકાઈ-બાજરી-જુવારનો રોટલો સાતધાનનો ખીચડો, તુવેરના ટોઠા લિટલ મિલેટ/ પાલક સૂપ, લિટલ મિલેટ સલાડ કોડો મિલેટ મંચુરિયન, મિલેટ ફાડા લાપસી, લિટલ મિલેટ વેજ મસાલા ખિચડી, બ્રાઉનટોપ મિલેટ લોલીપોપ, વેજ પુલાવ જેવી વિસરાતી જતી વાનગીઓ લાઈવ બનાવીને ભારતીય પરંપરાના અમુલ્ય વારસાને ઉજાગર કરવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.
ભરૂચ જિલ્લામાં પોષણ પખવાડિયા અંતર્ગત મીલેટ મેળાનું આયોજન કરાયું
Advertisement