Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા RUN FOR ENVIRONMENT AND CLIMATE રેલી યોજાઇ.

Share

ગુજરાત રાજ્યમાં G-20 સમિટનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે. G-20 સમિટ બાબતે લોકોમાં જાગૃતિ કેળવાય તેમજ તેનો બહોળો પ્રચાર થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કરવાની થતી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ દ્વારા RUN FOR ENVIRONMENT AND CLIMATE રેલીનું આયોજન કરવામાં આવ્યુ.

જેમાં ભરૂચ શહેરની વિવિધ શાળાઓના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષકો પણ રેલીમાં જોડાયા. જિલ્લા શિક્ષણાધિકારી કિશનભાઇ એફ. વસાવાએ રેલીને લીલી ઝંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યુ. રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી પાંચબત્તી થઇ સિવિલ હોસ્પિટલથી કલામંદિર જવેલર્સ થઇ હોસ્ટેલ ગ્રાઉન્ડ પરત ફરી. રેલીના સફળ આયોજન માટે પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતો સહકાર પ્રાપ્ત થયો.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા એચ.વી તડવીનું શક્તિ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ડીકે પ્રવિણા ને પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા શુભેચ્છા પત્ર પાઠવી

ProudOfGujarat

સાદરા ડુંગર વિસ્તારમાં પક્ષીઓ અને વનસ્પતિની રમણીય વૈવિધ્યતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!