Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજના કિશનાડ ગામની સીમમાં આમોદના યુવકે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા ભરૂચ તાલુકાના કીશનાડ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઈનોર કેનાલ પાસે બાવળના ઝાડ સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ આમોદના એક મુસ્લિમ યુવકે જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદના દરબાર રોડ પર રહેતા હબીબભાઈ વાઘેલાના પુત્ર મોહંમદ જુનેદ ઉ. વ. 23 ના ઓ ગતરોજ સવારના દસ વાગ્યાથી બપોરના દોઢેક વાગ્યાના સમય દરમિયાન કિશનાડ ગામની સીમમાં આવેલ અરવિંદભાઈ ભાઈલાલ પટેલના ખેતરના શેઢા ઉપર ઉપર આવેલ એક જંગલી બાવળની ડાળી સાથે દોરડા વડે ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

ઘટનાની જાણ પાલેજ પોલીસને થતા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા બેન દેસાઈ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને બાવળના ઝાડ પરથી નીચે ઉતારી કાયદેસર કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પી એમ અર્થે પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. આશાસ્પદ યુવકના મોતના પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી એ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું કોકીન ઝડપાયું

ProudOfGujarat

ભરૂચ-હપ્તો ન ભરવામાં આવતા એક સાથે ૧૪ મકાનો ને સીલ મરાયા-સ્થાનિકો કેમ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો-જાણો ક્યાં બની ઘટના…..

ProudOfGujarat

ઝઘડિયાનાં વઢવાણા ગામે પાઈપલાઈન બાબતે કાકા ભત્રીજા વચ્ચે તકરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!