કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ થવા મામલે ભરુચ જિલ્લા કોંગ્રેસ દ્વાર આયોજન વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો વિરોધ કરે એ પૂર્વે જ તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
રવિવારે કોંગ્રેસ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરો સવારે 10 વાગ્યાથી તમામ રાજ્યોમાં જિલ્લા અને બ્લોક સ્તરે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે કોંગ્રેસનાં કાર્યકરો અને આગેવાનો ધરણા પ્રદર્શન થકી વિરોધ કરે એ પૂર્વે જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે. આ બાદ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો પોલીસ તાલીમ ભવન ખાતે ધરણા પર બેઠા હતા અને ભાજપ સરકારની નીતિનો વિરોધ નોધાવ્યો હતો
ભરૂચ : કોંગ્રેસનાં આગેવાનો વિરોધ પ્રદર્શન કરે એ પૂર્વે જ પોલીસે અટકાયત કરી
Advertisement