ભરૂચ-કાસદ ગામ નજીક નહેરમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબ્યા-પોલીસે વધુ તપાસ હાથધરી ….


જાણવા મળ્યા મુજબ ભરૂચ તાલુકા ના કાસદ ગામ નજીક નહેરમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે..કાસદ પગુઠણ ગામ વચ્ચે થી પસાર થતી નહેરમાં તરતી હાલત માં બે લાશ નજરે પડતા સ્થાનિકોએ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી…હાલ સમગ્ર મામલે ભરૂચ પોલીસે તપાસ શરૂ કરી છે….
હાલ લાશ ને બહાર કાઢી તેઓને પી એમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમજ આ યુવાનો ક્યાંના છે અને ક્યાં કારણોસર અહીંયા આવ્યા છે તેમજ ન્હાવા પડતા તેઓનું મોત થયું છે કે અન્ય કોઈ કારણોસર તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે..અત્રે ઉલ્લેખનીય છે કે એક સાથે બે યુવકોની લાશ નજરે પડતા સ્થાનિકો માં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…