ભરૂચના તેમજ સમગ્ર ગુજરાત અને દેશભરના સિંધી સમાજના લોકોએ આજે તેમના ચેટીચાંદ પર્વની ઉજવણી ઉમંગમાં વાતાવરણમાં કરી હતી. ભરૂચ ખાતે આવેલ ઝુલેલાલ મંદિર સમગ્ર સિંધી સમાજ માટે એક તીર્થધામ સમાન છે ત્યારે આજરોજ ચેટીચાંદની ઉજવણી ઉલ્લાસભેર વાતાવરણમાં કરવામાં આવી હતી. સિંધી સમાજના નૂતનવર્ષનો ઝુલેલાલ મંદિરમાં ખુબ ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ ચૈત્રી બીજના દિવસે થયો હતો તે દિવસ ચેટીચંદના નામે ઉજવવામાં આવે છે.
ભરૂચના ભાગાકોટ ઓવારે આવેલ ઝૂલેલાલ મંદિર સિંધી ભાઈઓ માટે તીર્થ સ્થાન સમાન ગણવામાં આવે છે. આ મંદિરમાં અખંડ જયોત પ્રજવલીત કરવામાં આવી છે ત્યારે હિન્દુસ્તાનના ભાગલા થયા ત્યારે સિંધ ( પાકિસ્તાન ) થી ભરૂચ આવી આ મંદિરના સ્થાપક પ.પૂ.શ્રી ઠક્કુર આસનલાલ સાહેબે જ્યોતિ સ્વરૂપની સ્થાપના કરેલ છે. આજે હાલમાં તેમના સુપુત્ર ગાદિપતિ શ્રી પ.પૂ.ઓમપ્રકાશજીના સાંનિધ્યમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગતરોજ રાત્રિના સમયે ભજન કિર્તન તેમજ જાગરણ કરવામાં આવ્યું હતું.
આજે સવારના સમયે કન્યાઓને ભોજન પ્રસાદીના પેકેટ આપવામાં આવ્યા હતા. આજે સમીસાંજે આરતી કરી ઝૂલેલાલના પ્રતિક એવી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શોભાયાત્રા બળેલી ખો પુષ્પાબાગ થઈ હાજીખાના બજાર, નવાડેરા થઈ ચકલા, મોટો ભોયવાડ પહોંચી હતી ત્યાંથી વાહનોમાં નીકળી ઝાડેશ્વર નર્મદા નદીના કિનારે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ચણા, ચાવલ તેમજ અન્ય આહુતિ આપી વિસર્જન કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. ભરૂચ સિંધી સમાજની ગીતા સમાનની એક જીવંત પર્થ દર્શન પુસ્તકની સ્થાપના ઝુલેલાલ મંદિર ખાતે કરવામાં આવી હતી. એમ પણ કહી શકાય કે શ્રી અમરકથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ હતુ. આ પુસ્તકની મુળ ભાષા અરબી હતી જેમાંથી હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યુ હતુ. અમરકથા અંગે જાણકારી આપવામાં આવી હતી.
ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરાઇ.
Advertisement