Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝાડેશ્વર ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા ઠાકોર સમાજના મોભીઓના સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ-નર્મદા જિલ્લામાં વસતા પાટણવાડીયા ઠાકોર સમાજના ઝઘડિયા તાલુકા હોદ્દેદારો દ્વારા ઝાડેશ્વર ખાતે સન્માન સમારંભનું આયોજન થયું હતું. સન્માન સમારંભમાં સમાજના મોભીઓને ફુલહાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુ અભ્યાસ કરતાં સમાજના વિદ્યાર્થીઓ અને લગ્ન વાંચુંક યુવાનો-યુવતીઓના સમૂહ લગ્નના કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી. કોરોનાકાળ દરમિયાન રહી ગયેલ કામોની મુક્તપણે ચર્ચા ચાલી હતી. આધુનિકતાના દોરમાં રહેલી સામાજિક બદીઓ દૂર કરવા સમાજના લોકો પોતે મક્કમ બની સમાજ અને દેશની ઉન્નતિમાં સહયોગ આપે તેવી ચર્ચાઓ થઈ હતી. સમાજને ઉપયોગી અને સમાજના મોભીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહેશ પાટણવાડીયા, રમણ ઠાકોર, શનુભાઈ પાટણવાડીયા, ભરત સેડાલા, જગદીશ પાટણવાડીયા, મુન્ના ઠાકોર, નિલેશ ઠાકોર સાહિતના સમાજના આગેવાનો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં રાજપીપળા રોડ ઉપર મોબાઈલ ફોનની ઉધરાણી માટે ગયેલા આશાસ્પદ યુવાનને હાઈવા ટ્રક ચાલકે અડફેટે લઈને મોતને ધાટ ઉતારી દેવાની ધટના પોલીસ ચોપડે દાખલ થઈ છે.

ProudOfGujarat

વડોદરાના પાદરામાંથી NCB એ 1 કરોડથી વધુ કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડયું : જેમા 2 મહિલઓ સામેલ.

ProudOfGujarat

અંકલેશ્વર : ઓનલાઈન છેતરપીંડીનો નવો કીમિયો અંકલેશ્વરમાં જોવા મળ્યો : ઇ કાર્ટ કુરિયરમાં નોકરી કરતા ડીલીવરી બોય સાથે થઈ છેતરપીંડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!