Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ગામનો મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લો મૂકાયો, દાનવીરોનું ગામના ડે. સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સન્માન કરાયું…

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ગામના ને.હા.48 ઉપર કવિઠા ચોકડી પર આવેલા ગામના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર ગામના NRI દાનવીર તથા ગામના દાનવિરો દ્વારા ગેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું કામ સંપૂર્ણ થતા આ ગેટ ગામની પ્રજા માટે ખુલ્લો મૂકાયો હતો.

જેમાં NRI દાનવીર ઇકબાલભાઈ પટેલ, નબીપુર ગામના દાનવીરો હાફેજી મહમદભાઈ ડેમા તથા ઐયુબભાઇ નૂનીયા તથા ઇસ્માઇલભાઈ બોરસદવાળા નું ગામના ડે. સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોએ ફૂલહારથી સન્માન કર્યું હતું. આ પ્રવેશદ્વાર ઉપર ગામના દાનવીર ઇબ્રાહિમભાઈ બોરીયાવાળા ઉર્ફે ભીખા માસ્ટર તરફથી ડિજિટલ સ્વાગત બોર્ડ અને LED લાઈટો અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ડે. સરપંચે ગ્રામ પંચાયત અને ગ્રામજનો વતી તમામ દાનવિરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશા સેવી હતી કે ભવિષ્યમાં પણ આવા દાનવીરો નબીપુરની વિકાસ ગાથામાં સહભાગી બને એવો આશાવાદ સેવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ જીઆઇડીસી ની ફેક્ટરીઓ બંધ પરપ્રાંતિયનાં હિજરતના કારણે ઉદ્યોગો સંકટમાં

ProudOfGujarat

રામ સ્વામી ગુરુકુળ ગાંધી નગરનાં હસ્તે ૧૦૪ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવિઓનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ગણેશ ચતુર્થી વિશેષ : મહારાષ્ટ્રના પુનામાં છે અષ્ટવિનાયકના 8 મંદિરો: જાણી લો ગણપતિરાજનો મહિમા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!