Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રોટરી ક્લબ હોલ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો.

Share

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે નારી સંમેલન-૨૦૨૩ યોજવામા આવ્યું હતું.

મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો.

આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ અલ્પાબેન પટેલે જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લાની મહિલાઓ પ્રધાનમંત્રી નરેનદ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની જે સંકલ્પના સેવી છે તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે મહિલાઓ માટે કેન્દ્ર તથારાજ્ય સરકારે જે નારી સશક્તિકરણ માટે જે યોજનાઓ બહાર પાડી છે તેનો લાભ લેવાની હિમાયત કરી હતી.

Advertisement

વધુમાં તેમણે ગ્રામ્ય કક્ષાની બહેનોમાં જાગૃતી ફેલાવા માટે પણ આહવાન કર્યું હતુ. તેમણે વ્હાલી દીકરી યોજના અંગેની સમજ આપી આ યોજનાનો લાભ લેવા જણાવ્યુ હતુ. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લામા દહેજ પ્રથા નહીવત છે.

નારી સંમેલન કાર્યક્રમમા જિલ્લા પંચાયત સદસ્યો, આઈ. સી. ડી. એસ. અધ્યક્ષા, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેષ વસાવા, જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા મહિલા અને બાળ અધિકારી સહીત અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામા આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભાવનગરના વરતેજ ગામમાં જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

ProudOfGujarat

94.3 MYFM અને સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સ્વચ્છ સુરત મિશન ઍવોર્ડ’ એનાયત થયો

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસી ભરેલ ટ્રક માં ભીષણ આગ ના પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!