Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શુક્લતીર્થ ગામના વસાવા ફળિયામાં આંક ફરકનો જુગાર રમતા બે ઈસમોને હજારોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

Share

ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિ અટકાવવા માટે જિલ્લામાં સતત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, ચાલુ માસ દરમ્યાન જ અનેક સ્થળે દરોડા પાડી દારૂ -જુગાર જેવી પ્રવૃતિ અટકાવવામાં સફળતા હાંસિલ કરી છે તેવામાં વધુ એક સફળ દરોડામાં આંક ફરકનો જુગાર રમતા બે ઈસમોને હજારોના મુદ્દામાલ સાથે નબીપુર પોલીસે ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ ખાતેના વસાવા ફળિયામાં આંક ફરકનો જુગાર ચાલતો હોવાની બાતમી નબીપુર પોલીસના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન શુક્લતીર્થ ગામ ખાતેના વસાવા ફળિયા વિસ્તારમાં આંક ફરકનો જુગાર રમતા મહેશભાઈ વિઠ્ઠલભાઈ, તડવી રહે, રામસીલા ચોક શુક્લતીર્થ તેમજ કિરીટભાઈ જયંતીભાઈ પટેલ રહે,માછીવાડ શુક્લતીર્થ નાઓને 20 હજાર ઉપરાંતની રોકડ રકમ સહિત મોબાઈલ ફોન મળી કુલ 28 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ડીપ નેક ક્રોપ ટોપમાં અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની જીમની બહાર જોવા મળી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી સભા-સરઘસ બંધી : રેલી, મંડળી કે સરઘસ અને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો..!

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મોટાસાંજા ગામે ઘરની દિવાલ પડતા વૃદ્ધાનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!