ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં આજરોજ નગરપાલિકાના કામોને લગતી ખાસ સામાન્ય સભા મળી હતી. મુખ્ય અધિકારી તેમજ પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં મળેલ આ ખાસ સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની મિનિટ્સ તેમજ 2023-24 નું બજેટ મંજુરી સહિત વિવિધ 8 જેટલાં એજન્ડાના મુદ્દે ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકા સભા ખંડ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે રહેણાંક મકાનો અને મિલ્કતોના વિવિધ વેરા વધારવા અંગે પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી, નગરપાલિકા હદ વિસ્તારમાં વિકાસના વિવિધ કામો મુદ્દે પણ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે એક સમયે ચર્ચાઓ જામી હતી.
આજરોજ સવારે મળેલ આ ખાસ સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટાભાગના સભ્યો હાજર રહ્યા હતા તેમજ સભામાં એજન્ડા પર થયેલ ચર્ચાઓમાં ભાગ લઈ પોતાના મંતવ્ય પણ રજૂ કર્યા હતા.
Advertisement