ભરૂચમાં કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા કાર્યરત છે. શાળામાં દિવ્યાંગ બાળકો અને યુવાનોએ તાલીમ આપવામાં આવે છે. સમાજમાં સામાન્ય જીવન જીવી શકે તેવા પ્રયાસ કરવામાં આવે છે. સંસ્થામાં અભ્યાસ કરતા સોહેલ પટેલ હેન્ડ બોલ રમતમાં પારંગત થયો છે. સ્લો લર્નર સોહેલ પટેલ છેલ્લા આઠ વર્ષથી હેન્ડ બોલની રમત રમે છે. રાજ્ય કક્ષાનીએ પાંચ વખત સિલેકશન થયું છે. નેશનલ લેવલે પર પસંદગી થઇ છે.
કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શાળાનું લક્ષ્યાંક દિવ્યાંગ બાળકો અને યુવાનોએ સમાજનાં મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું છે. દરેક ક્ષેત્ર પોતાનાં પગભર ઉભા રહી શકે તેવા તૈયાર કરવાનું છે. જેનું પરિણામ પણ મળી રહ્યું છે. સોહેલ પટેલ નામના યુવકનું હેન્ડ બોલ રમતમાં નેશનલ લેવલે બે વાર સિલેક્શન થયું હતુ. ગુજરાત લેવલ ચેમ્પિયનશીપમાં હેન્ડબોલ સ્પર્ધામાં સોહેલ પટેલનું ગુજરાતની ટીમમાં સિલેક્શન થયુ હતુ. ગુજરાત લેવલે સોહેલનું ચારથી પાંચ વખત સિલેક્શન થયું હતુ. ગુજરાત લેવલે સોહેલએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
-સોહેલ કોમ્પ્યુટર પર ડેટા એન્ટ્રી કરે છે
સોહેલની ઉંમર હાલ 21 વર્ષ છે. કલરવ શાળામાં છેલ્લા 20 વર્ષથી તાલીમ મેળવી રહ્યો છે. સોહેલ છેલ્લા 8 વર્ષથી હેન્ડ બોલની રમત રમી રહ્યો છે. સોહેલને કલરવ શાળામાં બેસ્ટ વિદ્યાર્થીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. સોહેલ કોમ્પ્યુટર પર ડેટા એન્ટ્રી કરે છે. બેંગ્લોરની સંસ્થા સાથે જોડાઇને તેમના માર્ગદર્શન મુજબ કોમ્પ્યુટર શીખવાડી ડેટા એન્ટ્રીની તાલીમ આપવામાં આવે છે.
-પિતા દુકાન ચલાવે, સોહેલ સ્લો લર્નર છે
સોહેલને ક્રિકેટ રમવાનો વધુ શોખ છે. સોહેલ તેના પિતાની દુકાન પર જાય છે. શાળાએ તાલીમ મેળવવા જાતે જ આવે છે. સોહેલ જાતે ફોરવહીલ પણ ચલાવે છે. જો કે તેને લાયસન્સ મળી શકે છે. સોહેલના પિતા વ્યવસાય કરે છે. માતા ઘરકામ કરે છે. સોહેલની સમસ્યા એ છે કે તે સ્લો લર્નર છે.
-સ્ટેટ અને નેશનલ લેવલે કલરવ શાળાના અન્ય મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ ઝળક્યા
ઓલમ્પિક સહિત સ્ટેટ, નેશનલ લેવલની સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી મોકલવામાં આવે છે. અંકિત બોમ્બેવાલાનું ટેબલ ટેનિશમાં પ્રથમ નેશનલ રમત માટે સિલેક્શન થયું હતુ. આ સંસ્થાનાં અંકિત બોમ્બેવાલાએ ગોલ્ડ મેડલ, સ્કેટિંગમાં રાજેશ વસાવાએ ગોલ્ડ મેડલ, મિશ્વા પટેલ, પલક દરજી, આંશી ભાવસાર, ભાવી મિસ્ત્રીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.