Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં બેફામ બુટલેગરો સામે પોલીસની તવાઈ, વિવિધ સ્થળે દરોડામાં અનેક લીટર દારૂ ઝડપાયો, તો નશાની હાલતમાં લવારા કરતા ત્રણ જેલ ભેગા થયા

Share

ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત લાલઆંખ કરી હોય તેમ સામે આવી રહ્યું છે, છેલ્લા બે માસ દરમ્યાન અનેક સ્થળે દરોડામાં દેશી-વિદેશી દારૂનો વ્યવસાય કરતા તત્વો ને ઝડપી પાડી તેઓને જેલના સળીયા ગણતા કર્યા છે, તેમ છતાં હમ નહીં સુધરેંગેની નીતિ અપનાવતા બુટલેગરો પોલીસેને પણ પડકાર ફેંકી પોતાનો નશાનો વેપલો ધમધમાવતા નજરે પડે છે, જે બાદ હવે પોલીસ પણ આવા તત્વો સામે લાલ આંખ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ જિલ્લામાં શનિ અને રવિવારના દિવસે વિવિધ સ્થળે દારૂનું વેચાણ કરતા તત્વોને ત્યાં પોલીસ વિભાગે દરોડા પાડ્યા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે વિવિધ સ્થળે પાંચથી વધુ દરોડા પાડી અનેક લીટર દેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા, તો પાનોલી, નબીપુર તેમજ ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા પણ બુટલેગરો સામે તવાઈ બોલાવી હતી, તો નેશનલ હાઇવે 48 ઉપર નોવસ હોટલ પાસે નશા હાલતમાં રહેલ ત્રણ જેટલાં યુવાનોને પણ પોલીસે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

આમ ભરૂચ જિલ્લામાં એસ.પી ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા સતત નશાનો વેપલો કરતા તત્વો સામે તવાઈ બોલાવી છે, તેમજ તેઓને જેલના સળીયા ગણતા કરી બેફામ બનેલા નશાનો વેપલો કરતા તત્વોમાં કાયદાનો ખોફ ઉભો કરાયો છે.


Share

Related posts

કરજણ પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા બે કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા આરોગ્યતંત્રએ અનોખી સિદ્ધિ હાંસલ કરી…જાણો કઈ?

ProudOfGujarat

ભરૂચ-જુના સરદાર બ્રિજ ની રેલિંગ તૂટતા બ્રિજ બન કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!