Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દયાદરા ગામ પાસે ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉઠતા દોડધામ, સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ

Share

ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસે ગત રાત્રીના સમયે એક ઉભેલી ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ મચી હતી, જોતજોતામાં આગની જવાળાઓ ટ્રકના અંદરના ભાગે પ્રસરી જતા ટ્રક આખે આખી આગની લપેટમાં આવી હતી, અચાનક ટ્રકમાં લાગેલ આગના પગલે આસપાસ ઉપસ્થિત લોકોમાં એક સમયે ગભરાટનો માહોલ છવાયો હતો.

રસ્તાની બાજુમાં એક ખાનગી હોટલ પાસે ઉભેલી ટ્રક ભડકે બળતા સ્થળ પર ઉપસ્થિત લોકોએ નજીકની દુકાનોમાંથી પાણીના કુલર તેમજ ડોલો લઈ દોડી ગયા હતા અને આગની જવાળાઓ વચ્ચે રહેલ ટ્રક પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા, આશરે 20 મિનિટ સુધી ટ્રક આગની લપેટમાં રહી હતી.

Advertisement

ઘટના અંગેની જાણ ભરૂચ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને સ્થાનિકોની મદદથી ગણતરીના સમયમાં આગને કાબુમાં લીધી હતી, ઉભેલી ટ્રકમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો.


Share

Related posts

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા કૃઝની મઝા નહીં માણી શકાય : આગામી ૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રહેશે ક્રુઝ.

ProudOfGujarat

ભરૂચ : દંડનો ટાર્ગેટ પૂરો કરવા પોલીસ કરી રહી છે જનતાને હેરાન,જંબુસરનાં ધારાસભ્યએ કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત-જાણો વધુ…

ProudOfGujarat

નેત્રંગ ખાતે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ નૂતન વર્ષની શુભેચ્છા મુલાકાત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!