Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા ચોકડી વિસ્તારમાં ઉભેલી ટ્રકને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારત બે વ્યકિતઓના મોત નીપજ્યા

Share

આજે સવારે ૯ વાગ્યાના અરસામાં ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકની હદમાં આવતા નર્મદા ચોકડી વિસ્તારમાં સળીયા ભરેલ ટ્રકને પંક્ચર પડતા તે ટ્રક ઉભી હતી ત્યારે પાછળથી પુરઝડપે આવતી સિમેન્ટ ભરેલ ટ્રક અથડાતા સ્થળ પર બે વ્યક્તિઓના મોત નિપજયા હતા. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર સવારે નવ વાગ્યાના અરસામાં લોખંડના સળીયા ભરેલ ટ્રકને પંક્ચર પડયુ હતુ જેથી સંજય પ્રવીણભાઈ વાઘરીયા ઉ.વ. ૨૫ રહેવાસી ભાવનગર અને કાળુ ગભરૂ ગરાજ્યા ઉ.વ.૨૫ રહેવાસી ધોલેરા, જી.અમદાવાદ પંક્ચર તપાસવા નીચે ઉભા હતા તેવામાં પુરઝડપે આવતી ટૂકે તેમને અડફેટમાં લેતા અને તેમની ટ્રક સાથે પોતાની ટ્રક અથાડતા બે વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજયા હતા જ્યારે સિમેન્ટ ભરેલ ટ્રકનો ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો. આ બનાવની તપાસ સી.ડીવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

“ઇન્ટરનેશન યુથ સ્કિલ ડે” નિમિત્તે રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિનાએ કોરોના વોરિયર્સ અને વેજીટેબલ વેન્ડર્સને સન્માનિત કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના પૂરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરતના રહેવાસીઓ દ્વારા સહાય કરાઇ

ProudOfGujarat

નડિયાદના ગાજીપુર વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી, જાનહાનિ ટળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!