Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

Share

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે તા. ૧૧. ૦૩. ૨૦૨૩ ના રોજ આદીવાસી સંસ્કૃતિ અને સાહિત્ય નામનો રાષ્ટ્રીય સેમીનાર યોજાયો હતો. જેમાં દેશના નામાંકિત વિદ્વાનો, અધ્યાપકો અને સંશોધકો એ વિમર્શ કર્યો. આ કાર્યક્રમનું ઉદઘાટન બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. મધુકર પાડવી એ કર્યું હતું. ડૉ. પાડવી એ આદિવાસી સાહિત્યને વિશ્વ સમક્ષ પ્રસ્તુતિ કરવા તેમજ આ દિશા માં વધુ સંશોધન થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

સેમિનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ આશીર્વચન આપતા આદિવાસી સંસ્કૃતિની જાળવણી માટે આહવાન કર્યુ હતુ. અમરકંટકની ઇન્દિરા ગાંધી ટ્રાઈબલ યુનિવર્સિટીથી પધારેલા ડૉ. પ્રમોદ કુમારે અંદામાન આદિવાસી સંસ્કૃતિ તેમજ તેમની ભાષાઓ વિશે પ્રવચન આપ્યું હતું. નાસિક કોલેજના ડૉ. શંકર ભોયરે એ આદિવાસી સાહિત્યના તત્કાલીન પ્રશ્નોને વાચા આપી હતી. એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. પુંડલીંક પવાર અને આણંદના ડૉ. માનસિંહ ચૌધરી એ તેમના વક્તવ્યો દ્વારા સંશોધકોને આ વિષય પર નવા ખેડાણ થાય તેવી વાત રજૂ કરી હતી.

ઝગડિયા કોલેજના આચાર્ય ડૉ. જયેશ પૂજારા એ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. સેમિનારના સંયોજક ડૉ. જસવંત રાઠોડના નિમંત્રણને માન આપી ખાપર કૉલેજ, મહારાષ્ટ્રથી આવેલ આચાર્ય, ગીરાસે સાહેબ, દાદરા નગહવેલીનાં પૂર્વ આચાર્ય ડૉ રાજેન્દ્ર રોહિત, અંકલેશ્વર કૉલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ.જી.કે. નંદા, ભરૂચના ડૉ. અમિત કપૂર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર વિમલભાઈ શાહ, સરભાણ કોલેજના આચાર્ય, વિનયન શાખાના ડીન ડૉ. ઈશ્વરભાઈ પટેલ, બારડોલી કૉલેજના ડૉ. રમેશ પરમાર, નિઝર કોલેજના ડૉ. પ્રજ્ઞા ફળદુ, સરભાણ કોલેજના ડૉ. નરેશ વસાવા, ગાંધીનગર ના ડૉ. સંગીતા ચૌધરી, અમદાવાદના ડૉ. જાગૃતિ પટેલ, ડાંગ, ધરમપુર, ઝગડિયાના અધ્યાપકો, અને દેશના તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલ સંશોધકો એ આ સેમીનારને સફળ બનાવ્યો હતો.

Advertisement

કૉલેજના આચાર્ય ડૉ જી આર પરમારના નેતૃત્વ હેઠળ આ સેમિનારમાં વિવિધ વિષયો જેવા કે આદિવાસી નૃત્ય, કળા, ખોરાક, રીત રીવાજો, સાહિત્ય, કવિતા, ફટાણા, મહિલાઓની સમસ્યાઓ અને બોલીઓ વિશે વિચારો પ્રસ્તુત થયા હતા. કૉલેજના સિનિયર પ્રાધ્યાપક અરવિંદ કુમાર મ્યાત્રા એ આખા આયોજનની જહેમત ઉઠાવી હતી. ડૉ. સંજય વસાવા અને ડૉ. નરેશ વસાવાએ રજી્ટ્રેશનની કામગીરી કરી ૧૫૦ થી વધુ લોકોને જોડ્યા હતા. ડૉ. અજીત પ્રજાપતિ અને પ્રો. વિક્રમ ભરવાડએ મહેમાનોને ભોજન તેમજ ટ્રાન્સપોર્ટેશન અને અન્ય સવલતો પૂરી પાડી સરાહનીય કામગીરી કરી હતી. પ્રો. જ્યોતિ વૈશ્નવ એ તેમની આગવી છટાથી સ્ટેજ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રો. દીના ધંધુકિયા, પ્રો. અનિતા રાઠોડ, પ્રો.ધર્મેશ વસાવા, ડૉ. યોગેશ ચૌધરી વગેરે એ ભૂમિકા નિભાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નેત્રંગ જેવા દૂરના વિસ્તારમાં રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરી કૉલેજે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અંગે સંયોજક ડૉ. જસવંત રાઠોડનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આવતા વર્ષોમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ દ્વારા આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવશે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા નજીક આવેલ પવિત્ર અને પ્રસિદ્ધ તેમજ કોમી એકતાનો સંદેશ આપતી બાવાગોરની દરગાહનો વહીવટ ભ્રષ્ટાચાર મુક્ત થાય તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

રાજ્યમાં 5 વર્ષમાં 4,363 મહિલા પર દુષ્કર્મ, અમદાવાદ ટોચ પર..

ProudOfGujarat

હવે કોને કહેવું..? ભરૂચ સિવિલ હોસ્પિટલની ICU વાન જ વેન્ટિલેટર પર, ખાનગીકરણ બાદ પણ સ્થિતિ ન સુધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!