ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આજે જિલ્લાના મુખ્યત્વે ત્રણ પોલીસ ડિવિઝનો ખાતે સિનિયર સીટીઝન વ્યક્તિઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં કુલ 1196 જેટલાં સિનિયર સીટીઝન આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ સિનિયર સીટીઝન મેડિકલ ચેકઅપ કેમ્પમાં જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ એ ડિવિઝન ખાતે મોટી સંખ્યામાં સિનિયર સીટીઝન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સિનિયર સીટીઝન વ્યક્તિઓને પડતી હેલ્થની તકલીફો, પોલીસ વિભાગમાં પડતી તકલીફો તેમજ કોઈ સરકારી કચેરીમાં લગતા તેઓના પ્રશ્નો અંગે માહિતી મેળવી હતી સાથે સાથે તેઓને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે તે અંગેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે યોજાયેલ આ કાર્યક્રમમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં સિનિયર સીટીઝન લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓના હેલ્થ સહિતની બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું.