ભરૂચ તાલુકાના જુના તવરા ગામે મંગલમઠના પ્રણેતા મહંત પ.પુ. મંગલદાસની ૩૧ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ પવીત્ર કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ તાલુકાનાં તવરા મંગલમઠના સંચાલક પ.પૂ. ચેતનદાસ મહારાજ છેલ્લા 31 વર્ષથી પ.પૂ. મંગલદાસની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરે છે આ પ્રસંગે તવરા ગામે મંગલમઠ ખાતે સમગ્ર ગુજરાતભરના કબીર સંપ્રદાયના મહંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ 108 માંજલપુરના કબીર સાહેબની ગુરુગાદી પતિ ખેમદાસજી તથા અંકલેશ્વરના કબીર સંપ્રદાયના માજી પ્રમુખ ગુરુચરણદાસજી તથા રામ કથાકાર ત્રીલોચનાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં સંતો મહંતોની હાજરીમાં આજે તવરા ગામે મંગલમઠ ખાતે પૂજનીય મંગલદાસની 31મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયો જોડાયા હતા તથા જુના તવરા ગામના ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં જોડાય કાર્યક્રમને સુશોભિત કર્યો હતો અને કબીર સાહેબની વાતો કરી તથા મંગલદાસ સાહેબ ના દ્રષ્ટાંતો વાગોરી સ્મૃતિ દિવસની સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન ઝાડેશ્વર કબીર સંસ્કારધામના મહંત રણછોડ સાહેબ કર્યું હતુ અને કાર્યક્રમને અંતે કાર્યક્રમની આભાર વિધિ ગામના અગ્રણી ગણપતસિંહ પરમાર એ કરી હતી. કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયો જોડાયા હતા અને સર્વે મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.
ભરૂચના તવરા ગામે મહંત પ.પૂ. મંગલદાસની 31 મી પુણ્યતિથિ સ્મૃતિ મહોત્સવ ઉજવાયો.
Advertisement