ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વ વિધાલય અભ્યાસ કેન્દ્ર ભરૂચ ખાતે પરિચય બેઠક યોજાય હતી. જે નુ આયોજન નિયામક ઝયનુલ આબેદીન સૈયદે કર્યુ હતુ. આ બેઠકમાં વિધાર્થીઓને સંસ્થા અને અભ્યાસ ક્ર્મ અંગે ની માહિતી આપવામાં આવી હતી. વિધાર્થીઓ સહજતા અને સળતાથી અભ્યાસ કરે અને પોતાના ધ્યેય હાસીલ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. વક્તાઓમાં પ્રોફેસર એચ.આર.શાહ એ જણાવ્યુ હતુ કે આ સંસ્થા જીવન ઘડતર માટે અતિમહત્વની છે. આ મુક્ત વિશ્વ વિધાલયમાં વિધ્યાર્થીઓ મુક્ત પણે ભણે તે જરૂરી છે. પ્રો. એન.એમ.કલાર્થી એ જણાવ્યુ હતુ કે સ્વશિક્ષણ અને મુક્ત શિક્ષણ બંને મહત્વની બાબત છે. પ્રો. સેજલ શાહે જણાવ્યુ હતુ કે આ પરિચય બેઠક અભ્યાસ ક્ર્મની શરૂઆતમાં મહત્વની બેઠક છે તેમજ એ.વાય. કપુર અને સીમા ઝોપે એ પ્રાંશગિક પ્રવચનો કર્યા હતા.
Advertisement