Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય હવામાન વિભાગની આગાહી સંદર્ભે ઝીરો કેઝયુઅલ્ટીના નિર્ધાર સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

Share

ભારતીય હવામાન વિભાગની તા. ૧૫ માર્ચ ૨૦૨૩ના સમય ૧૨:૦૦ કલાકના ફોરકાસ્ટની સુચના મુજબ આગામી તા. ૧૬ માર્ચની ૧૯ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફૂંકાવવાની સંભાવના તથા કરા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલ છે.

જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં અગમચેતીના પગલા લેવા જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓને હેડ કવાર્ટર ખાતે હાજર રહેવા નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુમાં જિલ્લામાં પૂરતો વિજપુરવઠો જળવાઈ રહે તેમજ વિજકંરટ લાગવાના બનાવ બને નહી તે માટે સંબંધિત વિભાગને તકેદારી રાખવા જણાવેલ છે.

Advertisement

આ ઉપરાંત ભારે પવન/વરસાદને કારણે કોઈ વૃક્ષ ધરાશાયી થાય તો તેને તાત્કાલીક સલામત જગ્યાએ ખસેડી કોઈપણ સંજોગોમાં વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તે માટે તાત્કાલિક પગલાં લેવા પણ સંબંધિત વિભાગને પણ જણાવવામાં આવ્યું છે. મામલતદાર કચેરી દ્વારા તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમ શરૂ કરીને દર બે કલાકે સચોટ આંકડા તથા નુકશાની/જાનહાની/માલ-મિલ્કતહાની/પશુહાનીની વિગતો જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે આપવા તથા સતત નિરીક્ષણ કરી કોઈ અનિચ્છનીય બનાવ બને તો સંબંધિત લાયઝન અધિકારીને તથા જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે વિગતો આપવા પણ નિવાસી અધિક કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.


Share

Related posts

રાજપીપળા ટાઉન પી.આઈ. રાઠવાની માનવતા : એન.જી.ઓ સાથે રહી અંતરીયાળ ગામોમાં કીટ વિતરણ કરાઈ.

ProudOfGujarat

ભરૂચમાં ફરાસખાનાનાં ગોડાઉનમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ચાર બુટલેગરો ઝડપાયા અન્ય ચાર વોન્ટેડ

ProudOfGujarat

પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ ભરૂચ જૈન સમાજે કલેકટર સમક્ષ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!