Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મનુબર ચોકડી વિસ્તારમાંથી ચોરીની મોટર સાયકલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

Share

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે પોકેટ કોર્પની મદદથી નંબર પ્લેટ વગર સ્પલેન્ડર મોટરસાયકલ લઈ ફરતા બે ઈસમોને મનુબર ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. એસ.ઓ.જી પોલીસ કર્મીઓએ બંને ઈસમોને મનુબર ચોકડી વિસ્તારમાં રોકી તેઓ પાસેથી મોટર સાયકલ અંગના જરૂરી પુરાવા માંગતા તેઓ પાસે મળી આવ્યા ન હતા.

જે બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓએ તેઓની પૂછતાછ કરતા અને મોટર સાયકલની ચેચિસ નંબર ચેક કરતા મોટર સાયકલ નંબર GJ, 16,CF 1170 તેમજ તેના માલિક અન્ય કોઈ ઈસમ હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ પોલીસે મામલે (1) એજાજ ઊર્ફે મામા મોહમદ ઇબ્રાહીમ પટેલ રહે. મોહમ્મદી પાર્ક, મનુબર રોડ ભરૂચ તેમજ સાજીદ ઇબ્રાહીમ પટેલ રહે, મનુબર ગામ ભૂકંપ આવાસ ફળિયું નાઓને ઝડપી પાડી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા સંતોષ ચોકડી નજીકજાહેરમાં મારાં મારી કરતા એક ની ધરપકડ:એક ફરાર

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં દેગડિયા ગામે દીપડાએ બે વાછરડાનો શિકાર કર્યો.

ProudOfGujarat

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!