આજથી શરૂ થઇ રહેલી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં પરીક્ષા આપી રહેલા તમામ પરીક્ષાર્થીઓનું ભરૂચ જિલ્લાના પાલેજ હાઇસ્કુલ કેન્દ્ર ખાતે પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે પરીક્ષાનો પ્રથમ દિવસ હોઇ વહેલી સવારથી પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા સાથે પરીક્ષાર્થીઓના વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર બહાર નજરે પડ્યા હતા. પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે પરીક્ષા શરૂ થતાં પૂર્વે પાલેજ હાઈસ્કૂલ ખાતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા બેન દેસાઈ સહિત શાળા સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ ઇન્સ્પેકટર શિલ્પા બેન દેસાઈ તથા શાળા સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓનું ગુલાબના ફૂલ આપી સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે સાથે નિર્ભયતા પૂર્વક પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને ખાસ ટીપ્સ આપી હતી. પરીક્ષાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ હાઇસ્કુલ કેન્દ્ર ખાતે 10 બ્લોકમાં 227 વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા કેન્દ્ર બહાર પાલેજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
યાકુબ પટેલ, પાલેજ
પાલેજ હાઇસ્કુલ કેન્દ્ર ખાતે એસ.એસ.સી બોર્ડના પરીક્ષાર્થીઓનું પુષ્પો અર્પણ કરી સ્વાગત કરાયું.
Advertisement