ભરૂચની વી.સી.ટી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગની આગામી બોર્ડની પરીક્ષા આપવા જનાર ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો. જેમા ભરૂચની પ્રતિષ્ઠિત એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ એન્ડ ટ્રોમા સેન્ટર હોસ્પિટલમાં સતત કાર્યરત રહેનાર હોસ્પિટલના ડાયરેક્ટર અને ફિઝિશિયન એન્ડ ઇન્ટેન્સિવિસ્ટ માનનીય ડોક્ટર ઈરફાનભાઇ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વી.સી.ટી. કેમ્પસ ના CEO માનનીય કાજી નુશરતજહા મેમ અને અન્ય વિભાગના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આયોજિત કાર્યક્રમમાં અતિથિ વિશેષ ઈરફાન સાહેબે પોતાના વક્તવ્યમાં શાળાના બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે યોગ્ય સૂચનો અને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેઓએ જ્યાં સુધી મેડિકલ ફિલ્ડમાં કાર્યરત છે ત્યાં સુધી શાળાની વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફગણ માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન આપવાની જાહેરાત કરી હતી. વીસીટીની વિજ્ઞાનપ્રવાહની વિદ્યાર્થીનીઓને મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવા માટે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ આવતી હોય તો ઈરફાન સરને મળીને પોતાની મૂંઝવણ દૂર કરી શકે એવી જાહેરાત કરી હતી, વી.સી.ટી. કેમ્પસ ના CEO કાજી નુશરતજહા મેમ એ પોતાના પ્રસંગોપાત વક્તવ્યમાં વિશેષ આભાર માન્યો હતો.
આ શુભેચ્છા સમારંભમાં ધોરણ 09 થી ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ જેમકે “શુભેચ્છાગીત, નાટક, વિદાય ગીત” રજૂ કરવામાં આવ્યુહતુ અને ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓએ વી.સી.ટી. શાળાના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વર્ષ દરમિયાન થયેલ શાળાની ઈતર પ્રવૃત્તિમાં વિજેતા થનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેઓએ ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓને વિવિધ માર્ગદર્શન અને ઉજ્જવળ ભવિષ્યની દુઆઓ આપી હતી. અંતમાં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યશ્રી રફિયાબેન મીરજા એ તમામનો આભાર વ્યક્ત કરી સમાપન કર્યુ હતું.
યાકુબ પટેલ, પાલેજ