ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે ઉદ્ઘાટન કરાયું. જેમાં ભરૂચમાં સી.આર.પાટીલે મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી લડી શકે છે તેવો ઈશારો કરી કહ્યું હતું કે 6 વખત સાંસદ બન્યા છે “સાતમી વખત પણ સાંસદ બનશે. ખૂબ રમુજી જ મૂડમાં તેઓએ કાર્યકરોને હસતા હસતા વિધાનસભાની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવ્યા પણ હતા.
ભરૂચના કોલેજ રોડ સ્થિત મિલેનિયમ આર્કેડ શોપીંગ સેન્ટર ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના જન સંપર્ક કાર્યાલયનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે બાદ આત્મીય હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ રણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નિરલભાઈ પટેલ, મંત્રી નિશાંતભાઇ મોદી, ભારતસિંહ પરમાર સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ જનસંપર્ક કાર્યાલયની અગત્યતા વર્ણવી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને શુભેચ્છા પાઠવી હતી.
જોકે આ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વિધાનસભા 2022 ની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી જીતાડવાના પ્રયાસો અને તનતોડ મહેનત કરી હોય, તો તે પાર્ટીના તમામ કાર્યકરોને આભારી છે, આ કહી અને કાર્યકરોનો પણ ઉત્સાહ વધાર્યો હતો.
ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું
Advertisement