ભરૂચ તાલુકાના કંબોલી સ્થિત અંજુમને ઇસ્લામ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળાનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરુઆત કુરાન શરીફની આયાતોથી કરાઇ હતી. ત્યારબાદ શાળાની છાત્રાઓ દ્વારા સુંદર પ્રાર્થના ગીત રજુ કરાયું હતું. ત્યારબાદ મંચસ્થ અતિથિઓનું શાળાના આચાર્યએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળાના પ્રમુખ સઈદભાઈ માસ્તરે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તબીબી ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર તબીબોનું પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. સમારોહના મુખ્ય અતિથિ વિશેષ પદે કોર્પોરેટ ટ્રેઈનર અને મોટીવેશનલ સ્પીકર ઈરફાનભાઈ મોગલ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ મંચસ્થ અલગ અલગ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું. વિશેષ આજના આધુનિક યુગમાં વિશ્વ સ્તરે શિક્ષણ ક્ષેત્રમાં જે જાગૃતિ આવી છે. તે માટે બાળકોને સુશિક્ષિત બનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો. તબીબી ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર તમામ તબીબોની પણ સરાહના કરવામાં આવી હતી. સ્માર્ટ ફોનથી દૂર રહેવા વિશેષ અપીલ કરી હતી. પરિવારને એકલા પાડી દેવામાં સ્માર્ટ ફોન જવાબદાર હોવાનું જણાવ્યું હતું. વિશેષ દસ અને બાર ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના મુખ્ય વક્તા ઇરફાનભાઈ મોગલે પોતાના વક્તવ્યમાં દસ અને બાર ધોરણના છાત્રોને અથાગ પરિશ્રમ કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો. શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી વિશેષ ધ્યાન આપી સમાજ તેમજ રાષ્ટ્રના નિર્માણના વિકાસમાં સહભાગી બનવા હાકલ કરી હતી. છાત્રોને તનતોડ મહેનત કરવા અપીલ કરી હતી. કોમ્પેટીટીવ બનવા છાત્રોને અનુરોધ કર્યો હતો. જીવનમાં આગળ વધવા માટે વિશેષ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. હાલના સમયને વધુ પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો.
ત્યારબાદ ધોરણ દસ અને બારના છાત્રોને પરીક્ષામાં સફળતા મળે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે વય નિવૃત્ત આચાર્ય તેમજ શિક્ષકોને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. નિવૃત્ત શિક્ષકોની સેવાઓને યાદ કરી સરાહના કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પ્રમુખ સઈદભાઈ માસ્તરે ધોરણ દસ અને બારના છાત્રોને પરીક્ષામાં સફળતા મળે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને નિવૃત્ત આચાર્ય તેમજ શિક્ષકોની સેવાઓને બિરદાવી હતી. અંતમાં શાળાની છાત્રાઓ એ સુંદર વિદાય ગીત રજુ કરી અને સંસ્થાના જોઇન્ટ સેક્રેટરી સાહેબે આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં શાળાના છાત્રો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ